ફૂટબોલ એસોસિએશન અને નીસ્ડન મંદિર દ્વારા વેમ્બલી સ્ટેડિયમ ખાતે દિવાળીની ઉજવણી કરાઇ

ફૂટબોલ એસોસિએશન અને નીસ્ડન મંદિર દ્વારા વેમ્બલી સ્ટેડિયમ ખાતે દિવાળીની ઉજવણી કરાઇ

ફૂટબોલ એસોસિએશન અને નીસ્ડન મંદિર દ્વારા વેમ્બલી સ્ટેડિયમ ખાતે દિવાળીની ઉજવણી કરાઇ

Blog Article

ફૂટબોલ એસોસિએશન (FA) એ ગુરુવાર 14 નવેમ્બર 2024ના રોજ ઇંગ્લિશ ફૂટબોલના ઘર એવા વેમ્બલી સ્ટેડિયમ ખાતે સૌ પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવા માટે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન સાથે ભાગીદારી કરી હતી.

સાંજે પ્રોફેશનલ ખેલાડીઓ અને કોચનો સમાવેશ કરતી ઇ

The Football Association and Neasden Temple Hold Historic Diwali Celebration at Wembley Stadium
 
ન્ટરેક્ટિવ પેનલે પ્રેરણાદાયી ફૂટબોલ વાર્તાલાપ કર્યો હતો. જેમાં ઇંગ્લેન્ડના અત્યાર સુધીના શ્રેષ્ઠ ફૂટબોલરોમાંના એક જ્હોન બાર્નેસ એમબીઇનો સમાવેશ થાય છે.

FA ચેર ડેબી હેવિટ MBE એ વ્યક્તિગત વિડિયો સંદેશમાં કહ્યું હતું કે  “મારા તરફથી ખૂબ ખૂબ આભાર. નીસ્ડન ટેમ્પલની મારી પોતાની મુલાકાતને પ્રેમથી યાદ કરું છું. આશા રાખું છું કે આજે રાત્રે વેમ્બલી સ્ટેડિયમમાં અમારી સાથે દિવાળીની ઉજવણી કર્યા પછી તમે બધા એક સમાનતાની લાગણી અનુભવશો.”

મંદિરના સ્વયંસેવક પૂજા પટેલે સ્થાનિક ફૂટબોલ ક્લબમાં ભાગ લેવાના તેમના અનુભવો વિશે વાત કરી હતી. મંદિરના યુવાનોએ પણ રંગબેરંગી પીચ-સાઇડ ડાન્સ અને આરતી સમારોહ સહિત વાઇબ્રન્ટ સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા ઉજવણીને સમૃદ્ધ બનાવી હતી.

જ્હોન બાર્ન્સે કહ્યું હતું કે “હું આ વિસ્તારમાં રમતો હતો તેથી હું આ વિસ્તારને સારી રીતે જાણું છું. નીસ્ડન ટેમ્પલ આ ઇવેન્ટને સમર્થન આપી રહ્યું છે. દરેકને દિવાળીની શુભકામનાઓ!”

71 આંતરરાષ્ટ્રીય કેપ્સ ધરાવતા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલર અને બ્રિસ્ટોલ સિટીના વર્તમાન ટીમ કોચ અનિતા અસંતે કહ્યું હતું કે “નીસ્ડન ટેમ્પલ વચ્ચેની ભાગીદારી જોવી અદ્ભુત છે અને એફએ સાથેના જોડાણે ખરેખર વિવિધ સમુદાયોમાં, ખાસ કરીને સાઉથ ઇસ્ટ એશિયન સમુદાયોમાં છોકરીઓની ભાગીદારી વધારવામાં મદદ કરી છે.”

એફએ ખાતેના વિવિધતા અને સમાવેશના વડા, ડાલ ડારોચે ઉમેર્યું હતું કે “આજે, અમે હિંદુ વારસો અને શીખ ધરોહરના લોકોને સાથે લાવ્યા છીએ – અને તે શાનદાર રહ્યું છે!’’

મંદિરના સ્વયંસેવક દીપન લાખાણીએ જણાવ્યું હતું કે, “અમે વેમ્બલી સ્ટેડિયમ ખાતે દિવાળીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવા બદલ ફૂટબોલ એસોસિએશનના આભારી છીએ. પ. પૂ. મહંત સ્વામી મહારાજ ‘સંવાદિતાના વર્તુળને વિસ્તૃત કરવા’ અને દરેક સાથે મળીને કામ કરવાના મહત્વ પર ભાર મૂકે છે.”

Report this page